લગ્નમાં ફોટોગ્રાફર ન આવ્યો તો વધુએ જાન પાછી મોકલી

સોમવાર, 30 મે 2022 (18:46 IST)
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નમાં ફોટા અને વિડીયો માટે વર પક્ષ દ્વારા ફોટોગ્રાફરને ન લાવતા દુલ્હનએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આખી રાત મનાવવાની કોશિશ ચાલતી રહી પણ કંઈ થઈ શક્યું નહીં. બપોર સુધી પોલીસ સામે બંને પક્ષની પંચાયત ચાલી, અંતે કન્યા વગર જાન પરત ફરી. 
 
જાણો શુ છે મામલો ?
ઉલ્લેખનીય છે  કે કાનપુર દેશના મંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનું છે, અહીંના એક ગામમાં રહેતા ખેડૂતની પુત્રીના લગ્ન ભોગનીપુરના એક વ્યક્તિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જયમાલા વિધિ માટે સ્ટેજને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યારે જાન આવી તો દુલ્હનના પરિવારે સ્વાગત કર્યું અને વર-કન્યા જયમાલા વિધિ માટે સ્ટેજ પર પહોંચ્યા. જેવી દુલ્હનને ખબર પડી કે યાદગાર પળોને કેપ્ચર કરવા માટે કોઈ ફોટોગ્રાફર નથી તો દુલ્હને લગ્ન  કરવાની જ ના પાડી દીધી.  પછી તે સ્ટેજ છોડીને પાડોશીના ઘરે જતી રહી .. બધાએ છોકરીને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તેણે કહ્યું કે જે માણસને આજે અમારા લગ્નની પરવા નથી, તે ભવિષ્યમાં મારી સંભાળ કેવી રીતે રાખશે?
 
ઘરના લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો 
આ પગલું ભર્યા બાદ તેના પરિવારજનોએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે બધા નિષ્ફળ ગયા, યુવતી માનવા તૈયાર ન થઈ. આ પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં બંને પક્ષો પરસ્પર સંમતિથી આપેલા પૈસા અને કિંમતી સામાન પરત કરવા સંમત થયા. મંગલપુર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ડોરી લાલે જણાવ્યું હતું કે આ મામલો પરસ્પર સંમતિથી ઉકેલાયો હતો. તેમણે કહ્યું હતું કે બંને પક્ષોએ એકબીજાને આપેલો સામાન અને રોકડ પરત કરી દીધી હતી. આ પછી વરરાજા કન્યા વગર પોતાના ઘરે જવા રવાના થયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર