દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વૈરિએંટ મળવાથી હડકંપ, કેન્દ્ર સરકારે રજુ કર્યા દિશા-નિર્દેશ

શુક્રવાર, 26 નવેમ્બર 2021 (17:40 IST)
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વૈરિએંટ જોવા મળ્યા બાદ ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. સમાચાર એજંસી પીટીઆઈ મુજબ કેન્દ્ર સરકારે ગુરૂવારે આ વાત બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સજાગ કર્યા છે. કેન્દ્રએ રાજ્યોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા કે જનારા બધા આંતરરાષ્ટ્રીય મુસાફરોના ચુસ્ત  રીતે  કોવિડ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. 
 
મુસાફરોનુ સ્ક્રીનિંગ કરવુ ફરજીયાત 
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ કે પ્રધાન સચિવ કે સ્વાસ્થ્ય સચિવોને લખેલા પત્રમાં કહેવામા આવ્યુ છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા કે આ દેશોના રસ્તે આવનારા બધા આંતરરાષ્ટ્રીય મુસાફરોનુ સખત સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવે. કારણ કે આ દેશોમાં કોવિડ  19ના ગંભીર પ્રભાવોવાળા વેરિએંટ સામે આવ્યાની માહિતી મળી છે. 
 
'વિદેશી ટ્રાવેલરનું કરો સઘન ચેકિંગ'
મંત્રાલય  (Ministry of Health) એ કહ્યું કે વિદેશોમાંથી આવનાર તમામ લોકોનું ટેસ્ટિંગ સઘન કરવામાં આવે. જો કોઇ ટ્રાવેલર પોઝિટિવ નિકળે છે તો તેનું સેમ્પલ INSACOG જીનોમ સીક્વેંસિંગ લેબોરેટરીવાળા રાજ્યમાં મોકલે. જેથી સમય રહેતા પિડિતોની સારવાર કરવાની સાથે જ આ વેરિએન્ટની સારવાર શરૂ કરવામાં આવી શકે. 
 
 
અત્યાર સુધી મળ્યા આટલા કેસ
નેશનલ ઇંસ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિજીજના અનુસાર વૈજ્ઞાનિક અત્યારે આ નવા કોરોના વેરિએન્ટ (Corona New Variant) ના સંભવિત પ્રભાવોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિદેશમાં આ વેરિએન્ટના અત્યાર સુધી 22 કેસ સામે આવી ચૂક્યા છે. ગત વર્ષે દક્ષિણ આફ્રીકામાં સૌથી પહેલાં કોરોનાના બીટા વેરિન્ટની ખબર પડી હતી. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રીકામાં કોરોના વેરિએન્ટ સી. 1.2 ની શોધી શકાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર