UPના રાયબરેલીમાં NTPC બૉયલર વિસ્ફોટ, 22 થી વધુના મોત 100 ગંભીર રૂપે દઝાયા
ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના ઉંચાહારમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 22થી વધુ મજૂરોના મોત થયા છે. દુર્ઘટનામાં 100થી વધુ મજૂર દઝાયા છે.
ભારતની ન્યૂઝીલેંડ પર પ્રથમ જીત, નેહરાને વિજયપૂર્ણ વિદાય
શિખર ધવન(80) અને રોહિત શર્મા (80) વચ્ચે 158 રનના રેકોર્ડ ભાગીદારી કરીને કારને ભારતે વિશ્વની નંબર એક ટી-20 ટીમ ન્યૂઝીલેન્ડના પ્રથમ મુકાબલે બુધવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં 53 રનથી હરાવીને મેહમાન ટીમ પર પ્રથમ ટી-20 જીત નોંધાવી અને આ સાથે જ આશીષ નેહરાને વિજયી વિદાય પણ આપી
અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ કેટલા પાટીદાર ઉમેદવારોને ટિકીટ ફાળવશે તેની ઉપર સૌની નજર છે પણ રાજકીય રણનીતિકારો માને છે ગત વિધાનસભા 2012 ૨ની ચૂંટણીની સરખામણીએ ભાજપે વધુ ટિકિટ ફાળવણી પડશે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઘાટલોડિયા, સાબરમતી, અમરાઇવાડી, ઠક્કરબાપાનગર એમ ચાર બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી અને તમામ ઉમેદવારો જીત્યા હતા જ્યારે કોંગ્રેસે ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા, બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર અને વટવા એમ સાત બેઠકો ઉપર પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તમામ ઉમેદવારો હાર્યા હતા. કોંગ્રેસ અમદાવાદમાં સાત પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે તો ભાજપને પણ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે પાટીદાર મેદાનમાં ઉતારશે તેવું નક્કી છે. આમ આ વખતે સામાન્ય કેટેગરીની 14 બેઠકો પૈકી 50 ટકા બેઠકો ઉપર પાટીદાર ઉમેદવારો મેદાનમાં હશે.
રાહુલ ગાંધીના વિશ્વાસુ પ્રશાંત કિશોર પણ ગુજરાત પ્રવાસે
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે અને દક્ષિણ ગુજરાતમાં રેલી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રશાંત કિશોરની ટીમ પણ ગુજરાત આવી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત પછી લોકોના માનસમાં કેવો ફેરફાર થયો છે અને ગુજરાતની વાસ્તવિક સ્થિતિ શું છે તે ગ્રાઉન્ડ રિયાલીટી જાણીને એક વિસ્તૃત અહેવાલ કોંગ્રેસ ઉપાધ્યક્ષને સોંપવામાં આવશે.
વર્લ્ડ બેંકના લેટેસ્ટ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારે સુધારાના ખુશખબર બાદ ભારતને વધુ એક ઉપલબ્ધ મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બુધવારે ચીનમાં હુઈ કા યાનને પાછલ છોડીને એશિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે. તેની કુલ સંપત્તિ 42.1 અબજ ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલયોનર્સ લિસ્ટ અનુસાર અંબાણીની વ્યકિતગત સંપત્તિ બુધવારે 46.7 લાખ ડોલર આંકવામાં આવી હતી.