Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

બુધવાર, 1 માર્ચ 2017 (10:19 IST)
દુનિયા નહી, અમેરિકા છે મારી પ્રથમ જવાબદારી - ડોનાલ્ડ ટ્રંપ 
 
અમેરિકા કોંગ્રેસને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે તે આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સ્થિતિ નથી ઈચ્છતા. ટ્રંપે કહ્યુ કે આંતરરાષ્ત્રીય સ્તર પર કોઈ મોટી માનવીય વિપદાનો સામનો કરવા જરૂરી છે કે દુનિયાના બાકી દેશોમાં પરિસ્થિતિ સારી રહે. સારી હાલતની પરિસ્થિતિમાં જ ઈમીગ્રેંટ્સ પોતાના ઘરે ફરી શકે છે અને પોતાના દેશના પુનનિર્માણમાં જોડાય શકે છે. એકવાર ફરી અમેરિકા ફર્સ્ટજાહેર કરતા ટ્રંપે કહ્યુ કે તે અમેરિકાનુ નેતૃત્વ કરે છે દુનિયાનુ નહી. 
 
સટ્ટા બજારે યૂપીમાં ખીલાવ્યુ કમળ પંજાબ છોડીને બાકી 3 રાજ્યોમાં કમળ 
 
ચૂંટણી રાજકારણમાં સૌથી હોટ પોઈંટ ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કાનુ મતદાન થઈ ચુક્યુ છે અને બે ફેજની વોટિંગ હજુ બાકી છે. યૂપી ફતેહ કરવા પાછળ દરેક પાર્ટીના પોતાના તર્ક છે અને જીતના દાવા છે. એટલુ જ નહી રાજનીતિક પંડિત પણ આકલન કરી રહ્યા છે. પણ યૂપી સહિત ગોવા, પંજાબ અને ઉત્તરાખંડને લઈને સટ્ટા બજારનુ પોતાનુ વિશ્લેષણ છે.  મુંબઇ અને ગુજરાતના બુકીઓના મતે યુપીમાં કમળ ખીલશે અને પંજાબને બાદ કરતા ત્રણેય રાજયોમાં ભાજપની સરકાર આવશે.
 
વડોદરામાં શિક્ષાના નામ પર કરવામાં આવેલી આગાહી, ACB એ કર્યુ ભાંગફોડ 
 
વડોદરામાં શિક્ષાના નામ પર કરોડોની ઉગાહીનો મામલો સામે આવ્યો છે. વડોદરાના વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહને એંટી કરપ્શન બ્યુરોએ 20 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી લીધા છે. એસીબીએ જ્યારે આ મામલાની શોધ કરી તો સેંકડો કરોડોનો મામલો સામે આવ્યો. અમદાવાદમાં મેડિકલ માફિયા કેતન દેસાઇને દિલ્હી સીબીઆઇએ લાંચના કેસમાં પકડયાં પછી અમદાવાદની એક વિર્દ્યાિથનીને પરીક્ષામાં બેસવા દેવા માટે રૂ 20 લાખની લાંચ લેતાં ઝડપાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.મનસુખ શાહના નિવાસ્થાને તેમજ ઓફિસમાં એસીબીની ટીમે સર્ચ કરતાં રૂ.101 કરોડના ચેક, રૂ.43  કરોડની એફડી ઉપરાંત ચાર વૈભવી કાર, 50 તોલા દાગીના મળી રૂ.1 કરોડના અસ્ક્યામતો તેમજ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
 
 
આ વર્ષે ગરમીથી થશે હાલ બેહાલ, તૂટશે બધા રેકોર્ડ 
 
નવી દિલ્હી. ફેબ્રુઆરી મહિનો ખતમ થતા પહેલા જ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો એહસાસ કરાવી દીધુ છે..   ક્યાક ક્યાત તો પારો અત્યારથી જ 30ના પાર જઈ ચુક્યો છે. આ જોઈને સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે આ વર્ષ ગરમી ગત વર્ષોથી અનેકગણી વધુ પડી શકે છે.  આશંકા બતાવાય રહી છે કે આ વર્ષે પાછલા બધા રેકોર્ડ તૂટી શકે છે. જેની પાછળનુ કારણ ગ્લોબલ વોર્મિંગ, વારેઘડીએ આવી રહેલ પશ્ચિમ વિક્ષોભ અને સ્થાનીય શહેરી કારકને જવાબદાર માનવામાં આવી રહી છે.  માનસૂન પૂર્વ વરસાદ પણ ઓછા થવાની આશા બતાવવામાં આવી રહી છે.  
 
સહેવાગ BCCIનું પ્રતિનિધિત્વ કરે છે ભારતનુ નહી -ઉમર ખાલિદ 
 
ગ્રેજ્યુએશન ફર્સ્ટ ઈયરની સ્ટુડેંટ ગુરમેહરના સમર્થનમાં લખવામાં આવેલ પોતાની ફેસબુક પોસ્ટમાં ઉમરે કહ્યુ કે સહવાગ BCCI માટે રમે છે. તે ભારતનુ પ્રતિનિધિત્વ નથી કરતા.    મંગળવારે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં હજારો વિદ્યાર્થી અને શિક્ષક પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા. તે ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે. તે એક નવા ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે. જેની પરિકલ્પના સમાનતા, ન્યાય અને આઝાદી પર આધારિત છે.  ઉલ્લેખનીય છે કે કારગિલ જંગ પછી આતંકી હુમલામાં શહીદ થહેલ મનદીપ સિંહની પુત્રી અને ડીયૂ સ્ટુડેંટ ગુરમેહર કૌરે રામજસ વિવાદ પછી ABVP વિરુદ્ધ ઓનલાઈન અભિયાન શરૂ થયુ હતુ. સગવાગે ટ્વિટર પર કાગળની તખ્તી લઈને પોતાનો એક ફોટો શેયર કર્યો હતો જેમા લખ્યુ હતુ 'હુ બે વાર ત્રિપલ સેંચુરી નહોતી લગાવી, મારા બૈટે લગાવી છે. સહવાગે ટ્વીટમાં લખ્યુ, "બૈટમાં છે દમ, #ભારત_જેવી_જગ્યા_નહી." 



તમારા સંતાનોને અમેરિકા મોકલતા પહેલા બે વખત વિચાર કરજો - વંશીય હુમલામાં મૃત્યુ પામેલા એંજીનિયર પિતાનો આક્રોશ
 
તમારા સંતાનોને અમેરિકા મોકલતા પહેલા બે વખત વિચાર કરજો. ત્‍યાં ભારતીય મૂળના પ્રજાજનો ઉપર વંશીય હુમલાઓ થવાના બનાવો બનવા લાગ્‍યા છે. છેલ્લા થોડા દિવસોમાં ઉપરા ઉપરી ત્રીજો હેટ ક્રાઈમનો બનાવ બન્‍યો છે. તેવું તાજેતરમાં ૨૨ ફેબ્રું. ના રોજ કન્‍સાસમાં થયેલા વંશીય હુમલામાં મૃત્‍યુ પામેલા ભારતીય મૂળના એન્‍જીનીયર ૩૨ વર્ષીય શ્રીનિવાસ કુચીભોટલા સાથે હુમલાનો ભોગ બનેલા તથા ઈજા પામેલા તેના મિત્ર તથા સહકર્મચારી આલોક મદાસાનીના પિતાઓ ભારતના નાગરિકોને જણાવ્‍યું છે.
 
ચા વાળો છે ધોનીનો મિત્ર 
 
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અત્યારે કલકત્તામાં ઝારખંડના કેપ્ટન તરીકે વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યો છે જયાં તેને મળવા એક જૂનો મિત્ર આવ્યો હતો. ધોની આ જૂના મિત્રને જોઈને તેના ગળે મળ્યો હતો. ધોની જેવો મેદાનની બહાર નીકળ્યો ત્યારે તેણે જોયુ કે કોઈક તેને મળવા આવ્યુ છે. એ તેનો જૂનો મિત્ર થોમસ હતો. જયારે ધોની ખડગપુર સ્ટેશને ટ્રેન ટીકીટ એકઝામિનર તરીકે કામ કરતો ત્યારે થોમસની દુકાન પર ચા પીતો હતો.

વેબદુનિયા પર વાંચો