તીરથ સિંહ રાવતના માર્ગમાં શુ હતા અવરોધ, 4 મહિનામાં જ કેમ છિનવાઈ ગઈ ખુરશી ? જાણો પડદાની પાછળની સ્ટોરી
શનિવાર, 3 જુલાઈ 2021 (11:43 IST)
વીતેલા કેટલાક દિવસોથી ચાલતી રાજકારણીય અટકળોને વિરામ આપતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. દેહરાદૂનમાં શુક્રવારે રાત્રે સવા અગિયાર વાગે રાજભવન પહોંચીને રાજ્યપાલ બેબી રાની મૌર્યને તેમણે પોતાનુ રાજીનામુ સોંપ્યુ. આજે ઉત્તરાખંડને ફરી નવો મુખ્યમંત્રી મળી શકે છે. જે માટે ધારાસભ્ય દળોની આજે બેઠક થશે. તીરથ રાવતે 10 માર્ચના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી અને આ રઈતે ચાર મહિનાના કાર્યકાળ પણ તેઓ પુરો ન કરી શક્યા અને પોતાના માર્ગમાં આવતા અવરોધોને હટાવવામાં નિષ્ફળ રહ્યા. આજે ત્રણ વાતે દેહરાદૂનમાં ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં નવા નેતા પસંદ કરાશે.
તેજ મુખ્યમંત્રી બનાવવામાં પર ચાલી રહ્યુ છે મંથન
સૂત્રોના જણાવ્યા અનુસાર પેટા-ચૂંટણીઓ એક કારણ છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ નક્કી કરી ચૂક્યું છે કે મુખ્યમંત્રી બન્યા પછી પણ તીરથસિંહ રાવત ચૂંટણીનો ચહેરો નહીં હોય. પાછળથી એ વાત પણ સામે આવી કે તીરથસિંહ રાવતની હાજરીમાં વધુ સમસ્યાઓ આવી શકે છે. તેથી, જો નેતૃત્વ બદલવામાં આવે અને અસરકારક અને તેજસ્વી ધારાસભ્યને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તે વધુ સારું રહેશે. શનિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. રાજ્ય એકમના તમામ મોટા નેતાઓ આમાં સામેલ થશે અને નિર્ણયનો અમલ કરવામાં આવશે.
પેટાચૂંટણી બન્યો મોટો અવરોધ
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે અને રાવતનુ 10 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય તરીકે પસંદગી પાવુ સંવૈઘાનિક અવરોધ છે, પણ પરંતુ પેટા-ચૂંટણીની ન થવાની શક્યતનએ ધ્યાનમાં રાખીને આ એકમાત્ર વિકલ્પ બાકી હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 191 એ હેઠળ છ મહિનાના નિર્ધારિત સમયગાળાની હેઠળ ચૂંટાઈને આવી શકશે નહીં. તેથી જ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું છે. તિરથે પાર્ટીના મોટા નેતાઓને એ વાત માટે આભાર માન્યો કે તેમણે તેમને અહી સુધી પહોચાડ્યા
રાવત સામે શુ હતી સંવૈધાનિક સમસ્યા
બંધારણ મુજબ, પૌરી ગઢવાલ સામે ભાજપના સાંસદ તિરથસિંહ રાવતને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવાની હતી. તો જ તે મુખ્યમંત્રી તરીકે કાયમ રહેતા. મતલબ 10 સપ્ટેમ્બર પહેલા તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તીરથ સિંહ ગંગોત્રીથી ચૂંટણી લડશે. જો કે, ચૂંટણી પંચે સપ્ટેમ્બર પહેલાં પેટા ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યા બાદ સીએમ રાવતને ધારાસભ્ય બનવાની બંધારણીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ હજુ સુધી ઉત્તરાખંડ પેટા-ચૂંટણીઓ અંગે નિર્ણય લેવાનો બાકી છે. સૂત્રએ કહ્યું કે આ ચૂંટણીઓ ફક્ત કોરોના સંક્રમણની સ્થિતિ પર આધારિત છે.
ફક્ત 115 દિવસ સુધી રહ્યા સીએમ
પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતનાં રાજીનામા બાદ 10 માર્ચે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ રીતે તેઓ માત્ર 115 દિવસ મુખ્યમંત્રી પદ પર રહ્યા. તેઓ એવા મુખ્ય પ્રધાન હતા જેમને નેતા તરીકે વિધાનસભામાં હાજર રહેવાની તક મળી ન હતી.
પાર્ટી સામે છબી બચાવવાનો પડકાર
રાજ્યમાં 56 ધારાસભ્યો હોવા છતાં, ભાજપમાં બે-બે મુખ્ય પ્રધાનો બદલાવવાને કારણે પાર્ટી પર રાજકીય અસ્થિરતાનો આરોપ લાગી રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સામે રાજકીય અસ્થિરતા લાવનાર પાર્ટીની છબી દૂર કરવી પડશે.
નવા મુખ્યમંત્રી માટે બે દાવેદાર
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં ભાવિ નેતૃત્વ માટે ઉભા થયેલા નામોમાં સતપાલ મહારાજ અને ધનસિંહ રાવતના નામની ચર્ચા થઈ રહી છે. આ પહેલા દિલ્હીથી દહેરાદૂન જવા રવાના થતાં પહેલાં, તીરથસિંહ રાવતે કહ્યું હતું કે તેઓ ટોચના નેતૃત્વના આદેશ મુજબ કામ કરશે.