ઘરેલૂ રસોડા ગેસના સિલેંડએઅના વજન થનારી પરેશાનીઓને જોતા સરકાર તેના વજમમાં કમી કરવા પર વિચાર કરી રહી છે. ઘરેલૂ રાંધણ ગેસ સિલેંડરનો વજન 14.2 કિલોગ્રામ થવાથી મહિલાઓને ઉપાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.
અગાઉ એક સભ્યએ સિલિન્ડર ભારે હોવાના કારણે મહિલાઓને પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. આના જવાબમાં પુરીએ કહ્યું, "અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ સિલિન્ડરનું ભારે વજન જાતે ઉઠાવે અને અમે તેનું વજન ઘટાડવાનું વિચારી રહ્યા છીએ." તેમણે કહ્યું, "અમે કોઈ રસ્તો શોધીશું, પછી ભલે તે સિલિન્ડર છે. 14.2 કિલોગ્રામનું વજન ઘટાડીને પાંચ કિલોગ્રામ અથવા અન્ય કોઈપણ રીતે કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, ”તેમણે ગૃહમાં હોબાળો વચ્ચે કહ્યું. ત્યારે 12 વિપક્ષી સભ્યોએ સસ્પેન્ડ કરાયેલા સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.