Video- પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (11:00 IST)
આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
તમિલનાડુના કન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવશે. બિપિન રાવતની સાથે આ અકસ્માતમાં માર્યા ગયેલા તેમની પત્ની મધુલિકાના મૃતદેહને પણ દિલ્હી લાવવામાં આવશે. જનરલ રાવતની પત્નીના અંતિમ સંસ્કાર આજે અને જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જનરલ અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર દિલ્હી કેન્ટોન્મેન્ટમાં થઈ શકે છે.  
 
તમિલનાડુના કુન્નુર દુર્ઘટનાનો શિકાર થયેલ સીડીએસ રાવતના હેલીકોપ્ટરનો પ્રથમ વીડિયો સામે આવ્યુ છે. આ વીડિયોમાં હેલિકોપ્ટરને જોઈને લોકો દોડતા જોવા મળે છે. સીડીએસ રાવત અને તેમની પત્ની સહિત અન્ય 11 લોકોને લઈ જઈ રહેલા Mi-17 હેલિકોપ્ટરનો આ વીડિયો દુર્ઘટનાના થોડા સમય પહેલા જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ હેલિકોપ્ટર બુધવારે કુન્નુર ઉપરથી ઉડી રહ્યું છે. થોડા સમય માટે આ હેલિકોપ્ટર વીડિયોમાં દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે. વીડિયોમાં હેલિકોપ્ટરનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હવામાં હેલિકોપ્ટર ઉડવાનો અવાજ સાંભળીને લોકો જમીન પર દોડી રહ્યા છે. લોકો વારંવાર માથું ઊંચું કરીને હેલિકોપ્ટર તરફ જોઈ રહ્યા છે અને પછી તે જ દિશામાં દોડી રહ્યા હોવાનું જોવા મળે છે. અવાજ સાંભળીને હેલિકોપ્ટર તરફ દોડી રહેલા લોકોમાં એક યુવક અને ચાર મહિલાઓ જોવા મળે છે. થોડીવાર હેલિકોપ્ટરને જોઈને આ લોકો એ દિશામાં દોડે છે અને પછી હેલિકોપ્ટર તેમની નજર સામે જ દૂર થઈ જાય છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર