Tarun Sagar died: જાણો જૈન મુનિ તરુણ સાગર મહારાજ વિશે 10 ખાસ વાતો

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (12:35 IST)
. જૈન મુનિ તરુણ સાગર મહારાજનુ 51માં વર્ષે શનિવારે સવારે નિધન થઈ ગયુ. એવુ કહેવાય છે કે 20 દિવસ પહેલા જ કમળાની બીમારીથી તેઓ પીડિત હત. જ્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલત નાજુક થતા ગુરૂવારે તેમને ફરી ડોક્ટરોની નજરમાં રાખવામાં આવ્યા હતા. માહિતી મુજબ તેમને ખાવા પીવાનો ત્યાગ કર્યો હતો.  જૈન મુનિ તરુણ સાગર વિશે જાણો અહી દસ ખાસ વાતો.. 
 
 
1. ખૂબ ઓછા લોકો જાણે છે કે દિગંબરને માનનારા જૈન મુનિ તરુણ સાગરનુ અસલી નામ એક સમયે પવન કુમાર જૈન હતુ. 
 
2. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહ જીલ્લામાં 26 જૂન 1667ના રોજ થયો હતો. તેમના માતા માતા પિતાનુ નમ શાંતિબાઈ અને પ્રતાપ ચંદ્ર હતુ. 
 
3. એવુ કહેવાય છે કે 14 વર્ષની વયમાં જ તેમણે ઘર દ્વાર છોડી દીધુ અહ્તુ. તેઓ 8 માર્ચ 1981ના રોજ ઘર છોડી સંન્યાસ જીવનમાં આવી ગયા હતા. તેમની શિક્ષા દીક્ષા છત્તીસગઢમાં થઈ છે. તેમના પ્રવચનોને ખૂબ સાંભળવામાં આવ્યા છે. તેમના પ્રવચનોને કારણે જ તેમને ક્રાંતિકારી સંતનુ બિરુધ મળ્યુ છે. 
 
4..  6 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને મધ્ય પ્રદેશ દ્વારા રાજકીય અતિથિનો દરજ્જો મળ્યો. ત્યારબાદ 2 માર્ચ 2003ના રોજ ગુજરાત સરકારે પણ તેમનું  રાજકીય અતિથિ તરીકે સન્માન કર્યુ. તરુણ સાગર કે કડવે પ્રવચન  ના નામથી કે બુક સીરિઝ પણ શરૂ કરવામાં આવી હતી. જે માટે તેઓ ખૂબ ચર્ચામાં રહે છે. 
 
5. તેમના પ્રવચનોને કડવે પ્રવચન એ માટે કહેવામાં આવતા હતા કારણ કે તેઓ સામાન્ય જીવન સાથે સંબંધિત વસ્તુઓ વિશે જે પ્રવચનમાં બોલતા હતા તે ખૂબ જ કડવા રહેતા હતા. જૈન ધર્મમાં જ નહી પણ અન્ય ધર્મોમાં પણ તેમના શિષ્યોની સંખ્યા મોટી છે. 
 
6. 20 જુલાઈ 1988ના રોજ રાજસ્થાનના બાગીડોરામાં 20 વર્ષની વયે તેમના ગુરૂ પુષ્પદંત સાગરે તેમને દિગંબર મૉકની ઉપાધિ આપી. ટીવી પોગ્રામ મહાવીર વાણી પછીથી તેમની ગણગરી એક મોટી વ્યક્તિના રૂપમાં થવા લગી. 
 
7. હિંસા, ભ્રષ્ટાચાર પર હંમેશાથી અવાજ ઉઠાવનારા તરુણ સાગરજીનુ રાજનીતિક નેતાઓ સાથે પણ સામાન્ય રીતે મળવાનુ થતુ હતુ. જ્યા બીજા જૈન મુનિ રાજનીતિથી દૂર રહેતા હતા ત્યા તરુણ સાગર સરકારી અધિકારીઓ અને નેતાઓના અતિથિ પણ બનતા હતા. 
 
8. એવુ કહેવાય છે કે એક વાર બાળપણમાં તેમને પોતાના કાનમાં ગુરૂનો અવાજ સંભળાયો. જેમા તેમને કહ્યુ હતુ કે તુ પણ ભગવાન બની શકે છે. આ સાંભળ્યા પછી જ તરુણ સાગરે પોતાનુ ઘર ત્યજી દીધુ હતુ. તેમને ઘરે કહી દીધુ હતુ કે જ્યા સુધી આચાર્ય સાથે જવાની અનુમતિ નહી મળે ત્યા સુધી અન્ન-જલ ગ્રહણ નહી કરે. 
 
9. શરીરની સમસ્ત ઈન્દ્રિયો પર કાબુ મેળવવા ઉપરાંત મનને પણ મુઠ્ઠીમાં રાખવુ એક દિગંબર મુનિનુ કર્તવ્ય હોય છે. તેમને માટે ધરતી જ પથારી અને આકાશ જ ઓઢવાની ચાદર છે.  આ જ માર્ગ પર ચાલીને તેઓ દિગંબર મુનિ તરુણ સાગર મહારાજ બન્યા. 
 
10. એકવાર તેમણે એક ટીવી ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમને મીઠાઈમાં જલેબી સૌથી વધુ પસંદ છે. 29 જુલાઈ 2012ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને તરુણ ક્રાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર