Maharastra news- ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી ઉપરાંત શિવસેનાના નેતા એકનાથ શિંદે તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે નાયબ મુખ્ય મંત્રીઓ તરીકે શપથ લીધા, તેને દસેક દિવસ જેવો સમય થયા બાદ રવિવારે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
ફડણવીસ સરકારમાં કોને કયું મંત્રાલય મળે છે, એના ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ રહેશે, કારણ કે અલગ-અલગ મંત્રાલય પર સાથી પક્ષોનો દાવો હતો. ગૃહ, નાણા, મહેસૂલ અને શહેરી વિકાસને પ્રતિષ્ઠિત મંત્રાલય માનવામાં આવે છે.