રાષ્ટ્રગીત જો ફિલ્મ કે ડોક્યુમેંટરીનો ભાગ હોય તો ઉભુ થવુ જરૂરી નથી - SC

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (17:58 IST)
રાષ્ટ્રગીત મામલે સુપ્રીમ કોર્ટે આદેશ રજુ કરતા કહ્યુ કે જો રાષ્ટ્રગીત કોઈ ફિલ્મ કે કોઈ ડોક્યુમેંટ્રીનો ભાગ હોય તો ઉભા થવાની જરૂર નથી. જોકે ફિલ્મના શરૂઆતમાં રાષ્ટ્રગીત આવતા ઉભા થવુ જરૂરી છે. મંગળવારે મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લોકોને ફિલ્મ દરમિયાન રાષ્ટ્રગીતમાં ઉભા થવા માટે મજબૂર નથી કરી શકાતા. આ મુદ્દા પર ચર્ચા થવી જરૂરી છે. 
 
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું કે કોર્ટ નૈતિકતાની ચોકીદાર નથી. આ બાજુ કેન્દ્ર સરકારે પણ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રગીત પર ઊભા થવા અંગે હાલ કોઈ કાયદો નથી. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રગીત મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે થિયેટરો કે મલ્ટિપ્લેક્સમાં જ્યારે ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીત વગાડવું જરૂરી છે. આ ઉપરાંત રાષ્ટ્રગીત વખતે સ્ક્રિન પર તિરંગો પણ દર્શાવવો જરૂરી છે અને રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે દર્શકોએ પોતાની જગ્યા પરથી ઊભા થવું પણ જરૂરી છે. કોર્ટે રાષ્ટ્રગીતને ફાયદા માટે ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો