જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આર્મી કૈપ પર આતંકી હુમલો થયો છે. આત્મઘાતી આતંકી હુમલામાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થઈ ગયા. સુરક્ષાબળોના ઓપરેશનમાં બે આતંકી ઠાર પણ થયા. આ હુમલો સેનાના આર્ટીલરી બેસ પર થયો છે. આ આર્મી કૈપ એલઓસીથી 5 કિલોમીટર દૂર કુપવાડામાં સ્થિત છે.
આ હુમલામાં ભારતીય આર્મીને પણ નુકસાન પહોંચ્યું હોવાના માધ્યોમાં અહેવાલ છે. એક અહેવાલ મુજબ પંજગામ ખાતે થયેલા આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે. જેમાં એક કેપ્ટન, એક JCO અને એક જવાન સામેલ છે. જ્યારે અન્ય ઘાયલ જવાનોને શ્રીનગર એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. કાશ્મીરમાં સેના પર થયેલા આ હુમલા પર ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓ ઉપર પણ ચર્ચા થશે. એવી પણ માહિતી છે કે હજુ બે આતંકીઓ છૂપાયેલા છે અને તેમના તરફથી થોડી થોડીવારે ફાયરિંગ થઈ રહ્યું છે.