ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ ચાલુ છે. ઉત્તર સિક્કિમમાં લાચેન ચુંગચુન થાંગ રોડ પર મુન્શી મુન થાંગ અને લાચુંગચુન ચુંગચુન થાંગ રોડ પર લેમા/બોબ ખાતે એક વિશાળ ભૂસ્ખલન થયું છે. જેના કારણે રસ્તા પરથી અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, વહીવટીતંત્રે ઉત્તર સિક્કિમના ચુંગચુન થાંગ શહેરમાં ફસાયેલા લગભગ 1,100 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. વહિમંગન જિલ્લાના બે અન્ય પોપ્યુલર હિલ સ્ટેશનોમાં લગભગ 1,800 પ્રવાસીઓ ફસાયેલા છે.