ઓમાનમાં ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત

બુધવાર, 17 જુલાઈ 2024 (10:01 IST)
ઓમાનના પાટનગર મસ્કત શહેરમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય સામેલ છે.
 
ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “15 જૂલાઈનાં રોજ મસ્કત શહેરમાં ઘટેલી ગોળીબારની ઘટના પછી ઓમાન સલ્તનતના વિદેશ મંત્રાલયે સૂચના આપી છે કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય એક ભારતીય નાગરિકને ઇજાઓ થઈ છે. દૂતવાસ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને પરિવારોને મદદ કરવાના બધા જ પ્રયત્નો કરશે.”
 
મસ્કતની શિયા મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં ચાર પાકિસ્તાની નાગરિકોનાં પણ મોત થયાં હતાં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા આ હુમલાને “કાયરતાપૂર્ણ આતંકવાદી” હુમલો ગણાવીને તેની નિંદા કરી છે.
 
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં લગભગ 30 પાકિસ્તાની નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હુમલાખોરોને મારી નાખવામાં આવ્યા છે. મસ્જિદમાં શ્રદ્ધાળુઓની આ ભીડ શિયા મુસ્લિમોના પવિત્ર દિવસ અશૂરાની પહેલાંની સાંજે એકઠી થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર