આ ભારત છે, હુ કન્નડ નહી હિન્દીમાં વાત કરીશ, જાવ SBI ચેયરમેન સાથે વાત કરો... બોલનારી બ્રાંચ મેનેજરની થઈ ટ્રાંસફર

ગુરુવાર, 22 મે 2025 (16:01 IST)
Kannada Language Protest
SBI Branch Manager Transfer: કર્ણાટકના બેંગલુરુમાં, SBI બ્રાન્ચ મેનેજરને કન્નડને બદલે હિન્દી બોલવાનો આગ્રહ રાખવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે. હકીકતમાં, બેંગલુરુના અનેકલ તાલુકાના સૂર્યા નગર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના શાખા મેનેજર દ્વારા કન્નડમાં બોલવાનો ઇનકાર અને હિન્દીમાં બોલવાનો મામલો હવે એક મોટો વિવાદ બની ગયો છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વિરોધ બાદ SBIએ બ્રાન્ચ મેનેજરની બદલી કરી નાખી છે.

 
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેને "ગંભીર અને નિંદનીય" મામલો ગણાવ્યો છે અને નાણા મંત્રાલયને દેશભરના બેંક કર્મચારીઓ માટે ભાષા અને સાંસ્કૃતિક સંવેદનશીલતા તાલીમ ફરજિયાત બનાવવાની માંગ કરી છે.
 
SBIએ બ્રાન્ચ મેનેજરની કરી બદલી 
 
 મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું ટ્વિટર) પર લખ્યું, "સૂર્યા નગર SBI શાખા મેનેજર દ્વારા કન્નડ અને અંગ્રેજીમાં બોલવાનો ઇનકાર અને નાગરિકો પ્રત્યે તેમનું અપમાનજનક વર્તન નિંદનીય છે. અમે SBI દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને અધિકારીની બદલીની પ્રશંસા કરીએ છીએ. આ મામલો હવે અહી જ ઠાળે પડ્યો કહી શકાય, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન થવી જોઈએ."

 
ગ્રાહકો સાથે સન્માનપૂર્વક વ્યવ્હાર કરે બેંક કર્મચારી  
તેમણે આગળ લખ્યું કે દરેક બેંક કર્મચારીએ ગ્રાહકો સાથે સન્માન સાથે વર્તવું જોઈએ અને સ્થાનિક ભાષામાં વાતચીત કરવાનો તમામ પ્રયાસ કરવો જોઈએ. સિદ્ધારમૈયાએ નાણા મંત્રાલય અને નાણાકીય સેવાઓ વિભાગ (DFS) ને અપીલ કરી કે તેઓ તમામ બેંક કર્મચારીઓ માટે "ભાષા સંવેદનશીલતા તાલીમ" ફરજિયાત બનાવે.
 
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ ટીકા કરી 
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં બ્રાન્ચ મેનેજર ગ્રાહકની કન્નડમાં વાત કરવાની માંગને નકારી કાઢતા જોવા મળ્યા. આ વીડિયો સામે આવ્યા બાદ બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ આ ઘટનાની આકરી ટીકા કરી હતી.
 
તેજસ્વી સૂર્યાએ X પર લખ્યું, "SBI બ્રાન્ચ મેનેજરનું આ વર્તન સ્વીકાર્ય નથી. જ્યારે તમે કર્ણાટક જેવા રાજ્યમાં, ખાસ કરીને બેંકિંગ જેવા ક્ષેત્રમાં, ગ્રાહકો સાથે સીધી વાતચીત કરતી નોકરી જોઈન કરો તો સ્થાનિક ભાષામાં વાત કરવી મહત્વપૂર્ણ છે."
 
તેમણે આગળ લખ્યું, "મેં સંસદ અને જાહેર હિસાબ સમિતિની બેઠકોમાં આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે કે સ્થાનિક ભાષા જાણતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવી જોઈએ. DFS એ ખાતરી આપી હતી કે આવું થશે, પરંતુ એવું લાગે છે કે હજુ પણ આ નીતિ જમીન પર લાગુ થઈ રહી નથી."
 
સૂર્યાએ SBI પાસેથી DFS નીતિ તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે અને સંબંધિત અધિકારીઓને શાખા મેનેજર સામે કાર્યવાહી કરવા પણ કહ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર