BMC: અઢી અઢી વર્ષ માટે બને શિવસેના-BJP ના મેયર - RSS વિચારક એમજી વૈદ્ય

સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (11:19 IST)
મુંબઇમાં બીએમસી ચૂંટણીના ખંડિત લોક ચુકાદા બાદ જારી ગતિરોધ વચ્ચે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. સંઘના વિચારક એમ.જી.વૈદ્યએ કહ્યુ છે કે રાજયમાં ગઠબંધન સરકાર ચલાવનાર ભાજપ અને શિવસેનાને અઢી-અઢી વર્ષ માટે મેયરપદ રાખવુ જોઇએ.  તેમણે કહ્યુ છે કે બીએમસીમાં સૌથી મોટો પક્ષ હોવાના નાતે શિવસેનાને મેયરનું પદ પહેલા મળવુ જોઇએ.
 
એવી અટકળો હતી કે શિવસેના કોંગ્રેસનું સમર્થન લઈ શકે છે પરંતુ સોમવારે કોંગ્રેસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાનું સમર્થન કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. બીએમસી ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જો કે શિનસેના સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, પરંતુ બીજા નંબર પર રહેલી બીજેપી પણ સીટો મામલે શિવસેનાની ખૂબ જ નજીક જ છે. 227 સીટોવાળી બીએમસીમાં શિવસેનાને 84, બીજેપીને 82, એનસીપીને 7 અને એમએનએસને 7 સીટો મળી છે.બહુમતનો આંકડો 114 હોય છે.

વેબદુનિયા પર વાંચો