ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને લઈ યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી

રવિવાર, 17 ઑક્ટોબર 2021 (12:58 IST)
ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને લઈને યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી હતી. વડોદરા એસઓજી કચેરી ખાતે બંને આરોપીને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખી તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે. વડોદરા એસઓજીના અધિકારીઓ દ્વારા આફમી ટ્રસ્ટ અને સીમી વચ્ચે ધર્માંતરણ મામલે નાણાકીય લેવડ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
 
સરકાર તરફે પોલીસે બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું સહિત રિમાન્ડના અન્ય ગ્રાઉન્ડ મૂકીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે રાત્રે દોઢ વાગ્યે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પોલીસે બંને આરોપીની આતંકી પ્રવૃત્તિ અંગેની શક્યતાને લઇને તપાસ શરૂ કરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર