મુસ્લિમ અમને વોટ આપતા નથી છતા અમે તેમનુ સન્માન કરીએ છીએ - રવિશંકર પ્રસાદ

શનિવાર, 22 એપ્રિલ 2017 (09:52 IST)
બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે મુસલમાન બીજેપીની વોટ નથી અપાતા છતા પણ પાર્ટી તેમનુ સન્માન કરે છે અને તેમનો ખ્યાલ રાખે છે. તેમને કોઈપણ રીતે પરેશાન નથી કરવામાં આવતા. રવિશંકર પ્રસાદ શુક્રવારે એક મોટર વ્હીકલ કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યા તેમને આ નિવેદન આપ્યુ. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ભારત વિવિધતાનો દેશ છે અને અમે તેનુ સન્માન કરીએ છીએ. 
 
રવિશંકર પ્રસાદે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી બીજેપી વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે છતા અમને જનતાનો આશીર્વાદ મળ્યો  અને જનતાએ અમારો સાથ આપ્યો છે. દેશના 15 રાજ્યોમાં અમારી સરકાર છે. 13 રાજ્યોમાં અમારી પાર્ટીના મુખ્યમંત્રી છે અને અમે લોકો દેશની સત્તા પણ સાચવી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે શુ અમારી સરકારે અત્યાર સુધી કોઈપણ મુસ્લિમને પરેશાન કર્યા.  શુ અમે કોઈ મુસલમાન પાસેથી તેની નોકરી છીનવી ? તેમણે કહ્યુ 'મને ખબર છે કે અમને મુસલમાનોના વોટ મળતા નથી. છતા શુ અમારી સરકાર તેમને યોગ્ય સુવિદ્યા નથી આપી રહી ?
 
પોતાના નિવેદનને યોગ્ય સાબિત કરવા માટે રવિશંકર પ્રસાદે પદ્મશ્રી થી સમ્માનિત અનવર અલ હકના ઉદાહરણ પણ આપ્યુ. તેમણે કહ્યુ કે અનવર પશ્ચિમ બંગાળમાં ચા ના બગીચા મજૂર છે અને તેમને જનતાની ભલાઈ માટે ખૂબ સારુ કામ કર્યુ છે. તેથી સરાકરે તેમના કામની પ્રશંસા કરી. રવિશંકરે જણાવ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ જાતે અનવરને ફોન કર્યો અને કહ્યુકે અમે તમારા સારા કામ માટે તમને સન્માનિત કરવા માંગીએ છીએ. રવિશંકર પ્રસાદે કહ્યુ કે અમે નહોતુ પુછ્યુ કે તેમનો ધર્મ શુ છે અને તેઓ અમને વોટ આપે છે કે નહી. તેમણે કહ્યુ કે પહેલા ખૂબ ખોટી રીતે સન્માન આપવામાં આવતા હતા. પણ હવે અમારી સરકારે ચલણ બદલ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો