દારૂ પીવાના ગુનામાં ઉંદર ગિરફ્તાર

બુધવાર, 8 નવેમ્બર 2023 (18:02 IST)
મધ્ય પ્રદેશમાં પોલીસએ દારૂની બોટલ ખાલી કરવાના આરોપમાં એક ઉ6દરને ગિરફતાર કરવાને આ ઘટનાથી છિંદવાળા જીલ્લાથી સામે આવી છે,  જ્યાં ઉંદરોએ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી દારૂની 60 બોટલ ખાલી કરી નાખી હતી. પોલીસનું કહેવું છે કે પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરાયેલ ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યા પછી, તેઓએ તેને પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં રાખ્યો હતો, પરંતુ ઉંદરોએ તેમાંથી 60 ખાલી કરી દીધા હતા. આ કેસમાં પોલીસે એક ઉંદરની 'ધરપકડ' કરી છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
પોલીસનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની ઈમારત ઘણી જૂની છે, જ્યાં ઉંદરો વારંવાર ફરતા જોવા મળે છે. જોકે, પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે દારૂની મહેફિલમાં કેટલા ઉંદરો સામેલ હતા. જે કેસમાં દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી તે કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર