ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતે કહ્યું 'બધી બાબતોનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય'

મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (21:47 IST)
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને લઈને કેટલીક આશંકાઓ છે. તેમણે કહ્યું કે બુધવારના બે વાગ્યે બેઠકમાં બધા વિષયો પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સરકારે પ્રસ્તાવ મોકલ્યો હતો કે તેઓ અમારી માગ પર સહમત છે અને અમારે અમારું આંદોલન પાછું લઈ લેવું જોઈએ. પરંતુ સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી.
 
તેમણે કહ્યું કે બધી બાબતોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ઘરે નહીં જાય. રાકેશ ટિકૈતે કહ્યું કે અમારું આંદોલન ક્યાંય નહીં જાય. અમે અહીં જ રહીશું. બીજી તરફ બેઠક પછી સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે તેમણએ સરકારના પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણ માગ્યું છે અને બુધવારના ફરી આ મુદ્દા પર બેઠક થશે.
 
છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે તેને સરકારના પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટીકરણની જરૂર છે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે આ સંબંધમાં સરકારને પત્ર મોકલ્યો છે અને પછી તેમના જવાબ પર બુધવારે ચર્ચા થશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે પ્રથમ વખત સરાકરે લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે.
 
સંયુક્ત કિસાન મોર્ચાના નેતા યુદ્ધવીર સિંહે જણાવ્યું કે પાંચ સભ્યોની કમિટીની એક અગત્યની બેઠક થઈ. તેમાં સરકાર તરફથી આવેલા પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. તે પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોર્ચાના સાથીઓની સાથે બેઠક થઈ, ચર્ચા થઈ. કેટલાક સભ્યોને સ્પષ્ટીકરણ જોઈએ છે."
 
કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમની માગને લઈને લેખિત આશ્વાસન આપ્યું છે. આ આશ્વાસનમાં એમએસપી (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) માટે કાયદાકીય ગૅરન્ટી પણ સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર