રાજસ્થાનની રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ પદ પરથી સચિન પાયલટને હટાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાનની વચ્ચે સચિન પાયલટને મનાવવાના તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થાય. કોંગ્રેસના કેટલાંય નેતાઓએ પાયલટને મનાવાની ખૂબ કોશિષ કરી પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ કોંગ્રેસ હાઇકમિશને આ નિર્ણય લીધો. દિલ્હીથી જયપુર આવલા રણદીપ સુરજેવાલાએ પાયલટને હટાવાના નિર્ણયની જાહેરાત કરી. તેમની જગ્યાએ ઓબીસી નેતા ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. સુરજેવાલાએ આ જાહેરાત કરતાં પાયલટને ખૂબ સંભળાવ્યું. તેમણે એ બતાવાની કોશિષ કરી કે પાર્ટીએ પાયલટને મનાવામાં કોઇ કસર છોડી નથી.