મહેસૂલ વિભાગે જણાવ્યું કે આગરા અને વારાણસીમાં ચાર-ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ગાઝીપુર અને કૌશામ્બીમાં એક-એક અને પ્રતાપગઢમાં બેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. નિવેદન અનુસાર, અલીગઢ, શાહજહાંપુર અને બાંદામાં એક-એક વ્યક્તિ જ્યારે લખીમપુર ખેરીમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. અમેઠી, ચિત્રકૂટ, અયોધ્યા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર અને જૌનપુરમાં એક-એક, વારાણસી, બારાબંકી, આંબેડકર નગર, બલિયા અને ગોંડામાં બે-બે, જ્યારે કૌશામ્બી અને સીતાપુરમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે.