મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે આજે સ્વીકાર કર્યુ છે કે મંગળવારે પ્રદેશના મંદસૌર જીલ્લા સ્થિત પિપલિયા મંડીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પાંચ ખેડૂતોના મોત પોલીસ ફાયરિંગથી થયા છે. આ પહેલા છેલ્લા બે દિવસોથી પ્રદેશ સરકાર પોલીસ ફાયરિંગથી ઈનકાર કરી રહી હતી. આ પોલીસ ફાયરિંગમાં પાચ ખેડૂતોના મોત થવાની સાથે સાથે છ અન્ય ખેડૂતો ઘાયલ પણ થયા હતા. એક જૂનથી આંદોલનગ્રસ્ત ખેડૂત હવે મધ્યપ્રદેશ સરકાર સાથે આરપારની લડાઈ કરવા ઉતરી ગયા છે.
ખેડૂત આંદોલનને પગલે મધ્યપ્રદેશના અનેક રાજ્યોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મંદસૌર ખેડૂત આંદોલનની આગ મંદસૌર સિવાય ધાર, હરદા, સિહોર જિલ્લા સુધી પહોંચી ગઇ છે. અગાઉ ખેડૂતોનું મોત પોલીસ ફાયરિંગમાં થયું હોવાનો ઇનકાર કરી રહેલી મધ્યપ્રદેશ સરકારના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે માન્યું હતું કે પોલીસે ખેડૂતો પર ફાયરિંગ કરતા તેમનું મોત થયું છે.
રાહુલ હેલિકોપ્ટરથી ઉદેપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ મૃતક ખેડૂતોના પરિવારને મળવા મંદસૌર જવા રવાના થયા છે. અહીં તેઓ બાઈક પર બેસીને મંદસૌર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી સાથે પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ પણ છે. ભોપાલ-ઈન્દોર હાઈવે અને દેવાસ જિલ્લામાં થઈને કુલ 13 બસ સહિત 150 ગાડીઓ સળગાવવામાં આવી છે. એક પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દેવામાં આવી છે.