Rahul Gandhi Manipur Visit: રાહુલ ગાંધીનો આજે મણિપુર પ્રવાસ, હવાઈ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ

સોમવાર, 8 જુલાઈ 2024 (11:39 IST)
નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી આજે મણિપુરના પ્રવાસ માટે રવાના થઈ ચુક્યા છે. જિરીબામ  જીલ્લામાં કોંગ્રેસ નેતા રાઉલ ગાંધીના સોમવારે સુનિયોજીત મુલાકાત પહેલા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી.અધિકારીઓએ ડ્રોન દ્વારા હવાઈ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જીલ્લા મેજીસ્ટ્રેટની તરફથી રવિવારે આ આશયને એક અધિસૂચના રજુ કરવામાં આવી જેમા કહેવામાં આવ્યુ કે આદેશનુ ઉલ્લંઘન કરવા પર ભારતીય ન્યાય સંહિતાની ધારા 223 અને કાયદાના અન્ય પ્રાસંગિક જોગવાઈ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 
 
હિંસા પ્રભાવિત રાજ્યમાં રાહુલના એક દિવસીય મુલાકાતની તૈયારી હેઠળ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગિરીશ ચોડનકર સહિ ત અન્ય પાર્ટી નેતાઓના એક દળે રાહત શિવિરોનુ નિરીક્ષણ કર્યુ. જ્યા લોકસભામાં વિપક્ષના નેતાના જવાની શક્યતા છે.  પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કૈશમ મેઘચંદ્રએ કહ્યું, રાહુલે મણિપુરની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે, જ્યાં શાંતિ જરૂરી છે... અમે આભારી છીએ કે તેમણે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રાજ્યની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે તે દિલ્હીથી સિલચર જશે અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે, જ્યાં 6 જૂને હિંસાની તાજેતરની ઘટના બની હતી.
 
રાહુલ ગાંધીની આજની મુલાકાત આ રીતે રહેશે
રાહુલ ગાંધી આજે સવારે 10 વાગે આસામમાં રાહત શિબિરોની મુલાકાત લેશે. આ પછી, સવારે 10.45 વાગ્યે, તેઓ મણિપુરની જીરીબામ ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાહ શિબિરોની મુલાકાત લેશે. સાંજે 4 વાગ્યે મણિપુરના મોઈરાંગની ફુબાલા હાઈસ્કૂલમાં જશે. સાંજે લગભગ 5.30 વાગ્યે મણિપુરના રાજભવનમાં રાજ્યપાલને મળશે. ત્યારબાદ છેલ્લે સાંજે 6.15 કલાકે પીસીસી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર