આજથી કોંગ્રેસ મહાઅધિવેશન શરૂ થઈ રહ્યુ છે. રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ બન્યા પછી આ પ્રથમ મહાધિવેશન હશે. મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી કોંગ્રેસનુ દ્રષ્ટિકોણ મુકશે. મહાઅધિવેશનમાં આ વખતે નેતાઓના બદલે કાર્યકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. મહાઅધિવેશનની શરૂઆતમાં સંચાલન સમિતિની બેઠક થશે. તેમા લોકસભા અને રાજ્યસભાઓમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ દ્વારા પાર્ટીની દિશા નક્કી થશે. ઉલ્લેખનીય છે કે આ કોંગ્રેસનુ 84મું મહાધિવેશન છે.
કોંગ્રેસ મહાધિવેશનની મુખ્ય વાતો
- મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ પાર્ટી ચાર પ્રસ્તાવ રજુ કરશે. તેમા રાજનીતિક, આર્થિક, વિદેશી મામલા અને કૃષિ બેરોજગારી અને ગરીબી ઉન્મૂલન વિષયનો સમાવેશ થશે. પાર્ટી દરેક ક્ષેત્ર વિશે પોતાનો દ્રષ્ટિકોણ મુકશે.