ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હરચંદ્રપુર રેલવે સ્ટેશન પાસે બુધવારની સવારે એક મોટી રેલ દુર્ઘટના થઈ ગઈ. લગભગ છ વાગીને પાંચ મિનિટ પર હરચંદ્રપુર રેલવે સ્ટેશનના આઉટર પર માલદા ટાઉનથી દિલ્હી જઈ રહેલ 14003 ન્યૂ ફરક્કા એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટ્રેનના એજિન સહિત 3 જનરલ કોચ પુરા પલટી ગયા. જ્યારે કે 5 સ્લીપર કોચ ટ્રેક પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના માર્યા જવાના અને 50થી વધુ લોકોના ઘાયલ થવાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે ઘાયલ થનારાનો આંકડો આનાથી પણ વધુ થઈ શકે છે.