ખાનગી વાહન ચાલકોને સરકારે આપી મોટી રાહત, હવે નહી આપવો પડે કોઈ ટોલ પર ટેક્સ

શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (18:34 IST)
ખાનગી વાહન ચાલકોને મોટી રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મઘ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં ખાનગી વાહનો માટે ટોલ ટેક્સ માફ કરવાનો નિર્ણય કર્યો છે. અને હવે એમપીમાં ફક્ત કમર્શિયલ વાહનો પાસેથી જ ટોલ વસૂલવામાં આવશે. આ નિર્ણય પછી હવે ખાનગી વાહન ચાલક ટોલ ચુકવ્યા વગર જ બૂથથી આગળ વધી શકશે. રાજ્ય સરકારે ટોલ ટેક્સ સાથે જોડાયેલી પોલીસીમાં ફેરફાર કર્યા બાદ નિર્ણય સંભળાવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે બીજેપી સરકારે રાજ્યમા આગામી ચૂંટણીને જોતા જનતાને આ ફાયદો પહોંચાડ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર