દેશને નિરાશામાંથી બહાર લાવ્યા
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ કે આ વખતે 78 મહિલા સાંસદ્દોની પસંદગી નવા ભારતની તસ્વીર પ્રસ્તુત કરે છે. ભારતની વિવિધતાઓ આ સત્રમાં દેખાય રહી છે. કારણ કે આ વખતે અનેક ક્ષેત્રોમાંથી સદસ્યો ચૂંટાઈને આવ્યા છે. રમત, શિક્ષા, વકાલત, ફિલ્મ, સમાજ સેવા દરેક ક્ષેત્રમાંથી આવેલા લોકો અહી હાજર છે. તેમણે કહ્યુ કે દેશની જનતાએ ખૂબ જ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને પહેલા કાર્યકાળના મૂલ્યાંકન પછી બીજીવાર મોટો જનાદેશ આવ્યો છે. 2014 પહેલાનુ વાતાવરણથી બધા દેશવાસી પરિચિત છે અને દેશને નિરાશાના વાતાવરણમાંથી બહાર કાઢ્યુ છે. મારી સરકારે સૌનો સાથ સૌના વિકાસના નારા પર કામ કર્યુ છે. જ્યા કોઈની સાથે ભેદભાવ નથી. મારી સરકાર પહેલા દિવસથી જ દેશવાસીઓનુ જીવન સુધારવા, કુશાસનથી ઉભી થયેલ મુસીબત દૂર કરવા માટે સમર્પિત છે.