શ્રીનગરની ની ઐતિહાસિક Jamia Masjidની બહાર શબ એ કદની મુબારક રાત્રે જ DSPની હત્યા

શુક્રવાર, 23 જૂન 2017 (10:09 IST)
શબ એ કદની મુબારક રાત્રે જ્યારે આખી દુનિયામાં મુસ્લિમ પોતાના ગુનાહોથી તૌબા કરતા ખુદાની ઈબાદતમાં ડૂબેલા હઅતા એ સમયે ગ્રીષ્મકાલિન રાજધાનીમાં સ્થિત ઐતિહાસિક જામિયા મસ્જિદમાં ઈબાદક માટે સાદા કપડામાં જઈ રહેલા રાજ્ય પોલીસના એક ડીએસપી મોહમ્મદ અયૂબ પંડિતને શરારતી તત્વોએ મસ્જિદની બાહર માર મારીને મારી નાખ્યો.  ડીએસપીએ જીવ બચાવવા માટે ગોળી પણ ચલાવી. તેને ભીડને છોડાવવા માટે ત્યા હાજર સુરક્ષા કર્મચારીઓએ લાઠીયો પણ ચલાવી પણ નિષ્ફળ રહ્યા. જો કે આ દરમિયાન ડીએસપીના પિસ્તોલમાંથી નીકળેલી ગોળીઓથી ત્રણ યુવક ઘાયલ થઈ ગયા. 
 
અડધી રાત પછી થયેલી આ ઘટનામાં માર્યા ગયેલા ડીએસપીની તત્કાલ ઓળખ થઈ શકીનથી અને વહેલી સવારે બે વાગ્યા સુધી કોઈ પોલીસ અધિકારી પણ તેની ઓળખ કરવામાં સમર્થ નહોતો.   બધા કહી રહ્યા હતા કે આ કોઈ ગુપ્ત એજંસીનો બિનમુસ્લિમ અધિકારી છે. જે સમયે ડીએસપીને બહાર ભીડ મોતને ઘાટ ઉતાર્યો એ સમયે મસ્જિદની અંદર ઉદારવાદી હુર્રિયત કોંફ્રેસના પ્રમુખ મીરવાઈજ મૌલવી ઉમર ફારૂક લોકોને ઈસ્લામનો પાઠ ભણાવતા અમન, દયાનતદારી અને ભાઈચારાની સીખ આપી રહ્યા હતા. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે ગઈ રાત્રે શબ-એ-કદ હતી. આ મુબારક અવસર પર સ્થાનીક મસ્જિદો, ખાનકાહો અને દરગાહોમાં લોકો નમાજ-ઈબાદત માટે એકત્ર થયા હતાઅ.  શબ-એ-કદને સામાન્ય રૂપે ઈસ્લામને માનનારા મસ્જિદોમાં જ આખી રાત ઈબાદતમાં ગુજારે છે. 
 
શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદમાં આ અવસર પર એક ખૂબ જ મોટી મજલિસ(જલસો) થાય છે.  અડ્ધી રાત પછી રાજ્ય પોલીસના એક ડીએસપી મોહમ્મદ અયૂબ પણ ઈબાદક માટે જામિયા મસ્જિદમાં ગયા. ત્યા સાદા કપડામાં હતા. પણ મસ્જિદની બહાર કેટલાક શરારતી તત્વોએ તેમને ઓળખીને પકડી લીધા. તેમણે ડીએસપીને મારવા શરૂ કર્યા.  એક યુવકે કથિત રૂપે તેમની પિસ્તોલ છીનવી લીધી. તેમની પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો. પણ હાથાપાઈમાં તે તેમને ગોળી ન મારી શક્યો અને અન્ય ત્રણ યુવક જે ડીએસપીને મારી રહ્યા હતા તેઓ ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. તેમની ઓળખ દાનિશ મીર, મુદસ્સર અહમદ અને સજ્જાદ અહમદ બટના રૂપમાં થઈ છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો