જન્મદિવસના અવસર પર અડવાણીનો હાથ થામતા જોવા મળ્યા નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સહિ અનેક દિગ્ગજ પહોંચ્યા

સોમવાર, 8 નવેમ્બર 2021 (12:28 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગ લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ હતો. પીએમ નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણી વચ્ચે ખૂબ જ ગર્મજોશી જોવા મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નેતાને ગુલદસ્તો આપ્યો અને પછી તેમનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા. આ પછી પીએમ નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ અને રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ તેમની સાથે લાલકૃષ્ણ અડવાણીના ઘરે બેઠા જોવા મળ્યા હતા.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં અડવાણીને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, 'આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. તેમણે લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવા તેમણે જે પ્રયાસો કર્યા, આ માટે દેશ તેમનો ઋણી રહેશે. તેમની વિદ્વતા અને બુદ્ધિમત્તા માટે સર્વત્ર તેમનું સન્માન પણ થાય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અડવાણીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "તેઓ ભારતના એ સૌથી આદરણીય નેતાઓમાં સામેલ છે જેમની વિદ્વતા, દૂરંદેશી, બૌદ્ધિક ક્ષમતા અને રાજનીતિને બધા માન આપે છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર