મોદીજી તમે દેશના પીએમ છો ફક્ત ગુજરાતના નહી - કમલનાથ

બુધવાર, 17 એપ્રિલ 2019 (13:43 IST)
ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક મોટા વિસ્તારોમાં આંધી-તૂફાને આતંક મચવ્યો છે. અત્યાર સુધી 31 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કે ડઝનો ઘાયલ છે. પ્રાકૃતિક વિપદાના આ સમયમાં રાજનીતિ પણ ઝડપી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ઘાયલો માટે દુખ પ્રગટ કર્યુ અને વળતરનુ પણ એલાન કર્યુ. પણ તેમણે ફક્ત ગુજરાત માટે કર્યુ. હવે તેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે નિશાન સાધ્યુ છે અને કહ્યુ કે તમે ગુજરાતના નહી આખા દેશના પ્રધાનમંત્રી છો. 
 
પ્રધાનમંત્રીએ શુ કર્યુ ટ્વીટ ?
 
ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે જેવી જ પ્રાકૃતિક વિપદાના સમાચાર આવ્યા તો દરેકને ચિતા થઈ. થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ટૃવીટ આવ્યુ. તેમણે પોતાના ટ્વિટ હૈંડલ @narendramodi  પરથી નુકશાન પર દુખ પ્રગટ કર્યુ. પીએમે લખ્યુ કે ગુજરાતના અનેક ભાગમાં આંધી-વરસાદ અને વાવાઝોડાને કારણે થયેલ નુકશાનથી ખૂબ દુખી છુ. બધાના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. 
 
જો કે આ મુદ્દા પર વિવાદ થયા પછી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અન્ય રાજ્યો માટે પણ વળતરનુ એલાન કરવામાં આવ્યુ. સવારે લગભગ 11 વાગ્યે PMO તરફથી ટ્વીટ આવ્યુ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર સહિત અનેક રાજ્યોમાં આંધી-તૂફાનને કારણે નુકશાન પર દુખ વ્યક્ત કરુ છુ. અહી પણ મૃતકોના પરિવારને 2 લાખ ઘાયલોને 50 હજારની મદદ કરવામાં આવશે. 
 
કમલનાથે પકડ્યુ મોદીનુ ટ્વીટ 
 
પ્રધાનમંત્રીના આ ટ્વીટમાં ફક્ત ગુજરાતનો ઉલ્લેખ હોવાથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ભડકી ગયા. તેમણે તરત જ ટ્વીટ કરીને કહ્યુ કે નરેન્દ્ર મોદીજી તમે ફક્ત ગુજરાત નહી પણ આખા દેશના પ્રધાનમંત્રી છે. 
 
મોદી જી તમે દેશના પીએમ છો ફક્ત ગુજરાતના નહી.. 
કમલનાથે લખ્યુ કે એમપીમાં પણ બેમોસમ વરસાદ અને તોફાનને કારણે આકાશીય વીજળી પડવાથી 10થી વધુ લોકોના મોત થઈ ગયા છે. પણ તમારી સંવેદનાઓ ફક્ત ગુજરાત સુધી સિમિત ? ભલે અહી તમારી પાર્ટીની સરકાર નથી પણ લોકો અહી પણ વસે છે. 
 
રાજસ્થાનમાં પણ આ પ્રાકૃતિક કહરની અસર ખૂબ દેખાય રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ પોતાના બધા રાજનીતિક કાર્યક્ર્મો રદ્દ કરી દીધા છે અને અફસરો સાથે બેઠક બોલાવી છે. અધિકારીઓને ઘટનાસ્થળ પર મોકલ્યા છે. અશોક ગહલોત રાજ્યની પરિસ્થિતિ પર મીડિયા સાથે પણ વાત કરશે. આ ઉપરાંત ચૂંટણી પંચ પાસેથી પરમિશન લઈને વળતરનુ એલાન પણ કરવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર