શેકીનાએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પહેલા શુભેચ્છા આપવા માટે આ તસવીર બનાવી છે.
13 વર્ષની સ્કૂલ ગર્લ શેકીનાએ 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીનું પોટ્રેટ બનાવ્યું છે, આ માટે તેણે સતત 12 કલાક કામ કરવું પડ્યું હતું. શેકીનાએ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બાજરીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવી છે. પ્રેસ્લી શેકીના ચેન્નઈના કોલાપક્કમ વિસ્તારમાં રહેતા પ્રતાપ સેલ્વમ અને સંકિરાનીની પુત્રી છે. પ્રેસ્લી શેકીના 8મા ધોરણમાં અભ્યાસ કરે છે.