વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના આનંદપુર ધામ પહોંચ્યા અને ધાર્મિક કેન્દ્રની અંદર આવેલા મંદિરમાં પૂજા અર્ચના કરી. આનંદપુર ધામ અશોકનગર જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી અને ભોપાલથી 215 કિમી દૂર ઈસાગઢ તહસીલના આનંદપુર ગામમાં આવેલું છે. ગુરુજી મહારાજ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, મોદી એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને એક સભાને સંબોધશે, એમ રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું.