મારા જેવા કામ કરવા માટે પહેલાની સરકારને લાગશે 25 વર્ષ - પીએમ મોદી

બુધવાર, 30 જાન્યુઆરી 2019 (15:38 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi)  એ બુધવારે ગુજરાતના સૂરત  (Surat)માં કહ્યુ કે અમારી સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિના જીવનને સરળ અને સુગમ બનાવવાની દિશામાં પૂરી ઈમાનદારી સાથે લાગી છે. 
 
તેમણે કહ્યુ કે વીતેલા સાઢા 4 વર્ષમાં શહેરમાં રહેનારા ગરીબ ભાઈ-બહેનો માટે 13 લાખથી વધુ ઘર બનાવી ચુકાયા છે. શહેરોમાં લગભગ 70 લાખ નવા વધુ ઘર બનાવવા માટે સરકાર સ્વીકૃતિ આપી ચુકી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે મે અત્યાર સુધી જેટલાક કામ કર્યા છે, પૂર્વવર્તી સરકારને એટલા કામ કરવા માટે 25 વર્ષની જરૂર પડશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તાજેતરમાં આવેલ એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આવનારા 10-15 વર્ષમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થતા ટોપ 10 શહેરોમા બધા ભારતના હશે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે છેલ્લા સાઢા ચાર વર્ષમાં સરકારે શહેરમાં રહેનારા ગરીબ ભાઈ-બહેનો માટે 13 લાખથી પણ વધુ ઘર બનાવ્યા છે. આ ઉપરાંત 37 લાખ ઘરનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. 
 
પીએમ મોદીએ કહ્યુ કે પહેલા એલઈડી બલ્બની કિમંત 350 રૂપિયા હતી પણ હવે તે ફક્ત 40૳50 રૂપિયામાં મળી જાય છે.  સરકારે છેલ્લા સાઢા ચાર વર્ષમાં 32 કરોડ રૂપિયાના એલઈડી બલ્બ વિતરિત કર્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર