
પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રો/પ્રવૃત્તિઓમાં આપવામાં આવે છે.