Omar Abdullah to take oath today - જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનવા જઈ રહી છે. ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી પદના શપથ લેશે. નેશનલ કોન્ફરન્સની આ સરકાર કોંગ્રેસના સમર્થનથી બનશે, જેણે ચૂંટણી પહેલા જ ગઠબંધન કર્યું હતું.
કેટલાક નામો પણ જણાવ્યા છે, જેને મંત્રી પદ મળી શકે છે.
ઓમર અબ્દુલ્લા મંગળવારે ડલ તળાવના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં શપથ લેશે, જે સીએમ તરીકે તેમનો બીજો કાર્યકાળ હશે. આ દરમિયાન વિપક્ષના મુખ્યમંત્રીઓ, નેતાઓ અને
અબ્દુલ્લા કેબિનેટના સંભવિત મંત્રીઓ
સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટીને કેબિનેટના દસ પદોમાંથી એક પદ મળશે અને પ્રદેશ પ્રમુખ તારિક કારાને પાર્ટી તરફથી આ પદ મળે તેવી શક્યતા છે. આ સિવાય નેશનલ કોન્ફરન્સ તરફથી સકીના ઇતુ, મીર સૈફુલ્લાહ, અબ્દુલ રહીમ રાથેર, અલી મોહમ્મદ સાગર/સલમાન સાગર, જાવેદ રાણા, સુરિન્દર ચૌધરી, સજ્જાદ શાહીન અને સતીશ શર્માને મંત્રી બનાવવામાં આવી શકે છે.