ઘટના એક જૂનની રાતની છે. યુવતીને મુંબઈ જવુ હતુ. તેણે એયરપોર્ટ જવા માટે ઓલા કૈબ બુક કરાવી હતી. થોડીવાર પછી જ ડ્રાઈવર કૈબને બીજા રસ્તે ચલાવવા લાગ્યો. યુવતીએ તેને પુછ્યુ તો એ બોલ્યો કે આ શોર્ટકટ છે અને અહી જલ્દી પહોંચી જવાશે. પણ ડ્રાઈવરે એયરપોર્ટ પાસે એક સુમસામ સ્થાન પર કાર રોકી દીધી અને તેની છેડછાડ શરૂ કરી. તેણે મોબાઈલ પણ છીનવી લીધો. યુવતી મુજબ ડ્રાઈવરે ધમકી આપી કે જો એ ચીસાચીસ કરશે તો તે પોતાના મિત્રોને બોલાવીને તેનો રેપ કરાવશે. ત્યારબાદ ડ્રાઈવરે કપડા ઉતારવા માટે મજબૂર કરી. પછી એ યુવતીના ફોનથી જ ફોટો ખેંચી લીધા અને વોટ્સએપથી પોતાના ફોનમાં ટ્રાંસફર કરી લીધા.