બોમ્બ બ્લાસ્ટનુ ખૂબ મોટુ કરવામાં આવ્યુ હતુ પ્લાનિંગ
અહેવાલો અનુસાર, ઉમરે સિગ્નલ એપ પર 2-4 સભ્યોનું એક જૂથ બનાવ્યું હતું, જ્યાં કાવતરા વિશે ચર્ચા થઈ હતી. ઉમર પાસે એક i-20 કાર હતી, જે વિસ્ફોટકોથી સજ્જ હતી. વધુમાં, એક લાલ ઇકોસ્પોર્ટ અને બે અન્ય કાર પણ વિસ્ફોટકોથી સજ્જ થવાની હતી. વિવિધ સ્થળોએ વિસ્ફોટ માટે જૂની, સેકન્ડ હેન્ડ કાર ગોઠવવામાં આવી હતી. હરિયાણા પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે ડોકટરોના વેશમાં આતંકવાદનો ખેલ રમી રહેલા આ આરોપીઓની બોમ્બ વિસ્ફોટની મોટી યોજના હતી. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અયોધ્યા અને પ્રયાગરાજ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાના હતા. બે જૂથોમાં આઠ આતંકવાદીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં i-20 કારમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા.