મોદીની હત્યાનો પ્લાન, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી મુંબઈને મળેલા ઈ-મેલમાં ઘટસ્ફોટ

શુક્રવાર, 1 એપ્રિલ 2022 (16:34 IST)
પીએક નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ધડાકો થયો છે જેને જોતા દેશભરમાં એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની મુંબઈ ઓફીસને મળેલા એક ઈ-મેલમાં મોકલનારે જણાવ્યું હતું કે વડાપ્રધાન પર હુમલા અને તેઓની હત્યા કરવા માટે 20 સ્લીપર સેલ સક્રીય બની ગયા છે અને 20 કિલો આરડીએકસ પણ તૈયાર રખાયુ છે. જેના ઉપયોગ કરીને મોદીની હત્યા કરવામાં આવશે. 
 
ઈ-મેલ મોકલનારે એવું પણ જણાવ્યું હતું કે તમો આ કાવતરા અંગે જાણે છે પણ તે આપઘાત કરવા જઈ રહ્યો છે જેથી આ ષડયંત્રને ખુલ્લુ કરવા તેને ફરજ પાડવામાં આવે નહી. તેણે એ પણ જણાવ્યું કે મોદીની હત્યાનો પ્લાન તૈયાર છે અને હવે તેના અમલની જ રાહ છે. આ પ્લાનમાં વિવિધ ત્રાસવાદી સંગઠનો જોડાયા છે. આ ઈ-મેલ મળતા જ એનઆઈએ સહિતની એજન્સીઓ એકશનમાં આવી માહિતી અને સાયબર નિષ્ણાંતોની મદદથી ઈ-મેલ મોકલનારને શોધવાની કામગીરી શરુ થઈ છે. મોદીની સુરક્ષાને એલર્ટ- મેકસીમમ એલર્ટ પર મુકવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર