દિલ્હી બીજેપીના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીના દિલ્હી સ્થિત સરકારી રહેઠાણ પર રવિવારે રાત્રે હુમલો થયો છે. એવુ કહેવાય રહ્યુ છે આ બધુ એક રોડ રેજ પછી થયો. મનોજ તિવારીએ ટ્વીટ કરી કહ્યુ છે કે લગભગ 10 લોકોએ તેમના ઘરે હુમલો કર્યો. તેમનુ ઘર 159 નોર્થ એવેન્યૂ છે. જો કે હુમલા સમયે મનોજ તિવારી ઘરે હાજર નહોતા. ન્યૂઝ એજંસી એએનઆઈથી વાતચીતમાં મનોજ તિવારીએ આશંકા બતાવી છે કે આ હુમલામાં પોલીસ પણ સામેલ થઈ શકે છે. હુમલાવરોની તસ્વીર સીસીટીવીમાં કેદ થઈ છે.
પોલીસનં કહેવું છે કે, મનોજ તિવારીના ઘર પાસે એક વળાંક પર મનોજ તિવારીના સ્ટાફની સ્કોર્પિયો કાર અને એક વેગનઆર કારને આ હુમલામાં મામૂલી ટક્કર થઈ ગઈ. આ વાત પર બે પક્ષોમાં બોલાચાલી થઈ હતી. તેના બાદ મનોજ તિવારીનો સ્ટાફ ઘર પર આવી ગયો હતો, પરંતુ વેગનઆર કારમાં સવાર લોકો મનોજ તિવારીના ઘર પાસે જ રહે છે, તેમના લોકોએ કેટલાક લોકોને ફોન પર બોલાવી લીધા અને મનોજ તિવારીના ઘરમાં હુમલો કરી સ્ટાફની મારપીટ કરી હતી. વેગનઆરના કાચ પણ તૂટ્યા હતા. મનોજ તિવારીના સ્ટાફમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ત્યાં પોલીસના જણાવ્યા મુજબ તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 4 લોકો ધરપકડ કરી લીધા છે. બાકીની તપાસ થઈ રહી છે.