મહારાષ્ટ્રના નેતા અને રાષ્ટ્રવાદી કાંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારની તબિયત લથડી છે. તેમને રાજધાની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર છે કે આ અઠવાડિયે જ તેમને રજા આપવામાં આવશે. તેઓ આગામી નવેમ્બરમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસની 'ભારત જોડો' યાત્રામાં પણ સામેલ થવાના છે.