જો તમે બીમાર છો અને તમારી પાસે હોસ્પિટલમાં સારવાર કરાવવાના પૈસા નથી, તો હવે તમારે ગભરાવવાની કોઈ જરૂર નથી. આવુ એ માટે કારણ કે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં નેશનલ હેલ્થ પોલીસીને મંજૂરી આપી છે. જેના હેઠળ ખિસ્સામાં પૈસા ન હોવા છતા દરેક દર્દીને સારવાર મળશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે કેબિનેટ અને કેબિનેટ કમિટિ ઑન ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આ પોલીસીને મંજૂરી આપવામાં આવી.
સરકારી હોસ્પિટલમાં મફત સારવાર
એવુ બતાવાય રહ્યુ છે કે આ નેશનલ હેલ્થ પોલીસી હેઠળ દરેકને સારવારની સુવિદ્યા આપવામાં આવશે. કોઈપણ દર્દીની સારવાર માટે મનાઈ નહી કરી શકાય અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને તપાસની સુવિદ્યા રહેશે. આ સાથે જ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભત્તુ 2 ટકા વધારી દીધુ છે. જે જાન્યુઆરીથી લાગૂ થશે. આ ઉપરાંત કેબિનેટે ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાન (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) બિલ-2017ને મંજૂરી આપવા સાથે દેશભરમાં 50 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવા પર પણ મોહર લગાવી દીધી છે.