Statue of Unity નિકટ આવેલા ટેન્ટસીટીમાં મોડી રાત્રે લાગી આગ

બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (11:11 IST)
. ગુજરાતમાં તાજેતરમાં જ જનતાને સમર્પિત કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે એક ગોદામમાં આગ લાગી ગઈ. આ ઘટના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટસીટીમાં બની છે.  મોડી રાત્રે લાગેલી આ આગ પર ત્રણ ફાયર ટેંડર્સએ કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈને જાનહાનિત થવાની સૂચના નથી. 

 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસીટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગી છે, જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.
 
આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી, બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરના દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. ઉદ્દઘાટનના પહેલા જ દિવસે સ્ટેચ્યુ ઓફ યૂનિટીને જોવા માટે 27 હજાર લોકોની ભીડ ઉમટી પડી હતી. 
 
સરદાર સરોવર ડેમ પાસે આવેલ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટીને 2989 કરોડના રોકાણથી બનાવ્યુ છે. આ વિશાળકાય પ્રતિમાને જોવા માટે દેશ અને દુનિયાભરના લોકો અહી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર