મુંબઈ પોલીસના અનેક કર્મચારી કરી ચુક્યા છે એપ્લાય
ઉલ્લેખનીય છે કે આ ફ્લેટ ઘુનજીબૉય બિલ્ડિંગમાં 1940માં મુંબઈ પોલીસના પારસી ઓફિસરોના રહેવા માટે પારસી સમુદાય દ્વારા અલૉટ કરવામાં આવ્યુ હતુ. આ મકાનની માલિકિ પારસી ટ્રસ્ટ આર. ડી મહાલક્ષ્મીવાળા ચેરિટી બિલ્ડિંગ ટ્રસ્ટ પાસે છે. આ ટ્રસ્ટનુ મુંબઈ પોલીસ સાથે સમઊતી થઈ હતી કે આ એપાર્ટમેંટ ફક્ત પારસી પોલીસ અધિકારીને રહેવા માટે આપવામાં આવશે. અહી છેલ્લીવાર એક સહાયક પોલીસ આયુક્ત ફિરોઝ ગંજિયા રહેતા હતા. પણ 2008માં તેઓ તેને છોડીને જતા રહ્યા. ત્યારથી આ ફ્લેટ ખાલી પડ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ફ્લેટ માટે મુંબઈ પોલીસના અનેક કર્મચારી એપ્લાય કરી ચુક્યા છે પણ પારસી ટ્રસ્ટની શરતને કારણે અત્યાર સુધી કોઈને પણ આ ફ્લેટ આપવામાં આવ્યો નથી.