હેરાન કરનારી આ સત્ય ઘટના નવી મુંબઈના વાશીની છે. 24 જુલાઈની રાત્રે 28 વર્ષના વ્યક્તિએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યુ, 'મારો કોરોના રિપોર્ત પૉઝિટિવ આવ્યો છે હુ હવે જીવી નહી શકુ' પત્ની કંઈ સમજે એ પહેલા જ પતિનો ફોન બંધ થઈ ગયો અને થોડીવારમાં તો સ્વીચ ઓફ પણ થઈ ગયો. ગભરાયેલ પત્નીએ પોતાના ભાઈને ફોન કરીને વાત જણાવી અને પછી પતિની શોધખોળ શરૂ થઈ.
વાશી સેક્ટર નંબર 17માં રોડ પર પોતાની મોટરસાઈકલ, ચાવી, બેગ અને હેલમેટ પણ મળી પણ વ્યક્તિની કોઈ ભાળ ન મળી. એસીપી વિનાયક વત્સના મુજબ વાશી પોલીસે ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. સીસીટીવી કેમેરા ટટોળ્યા, મોબાઈલ લોકેશન જાણવાની કોશિશ કરવામાં આવી.
રોડ પર આવેલ ખાડીમાં નાવડી દ્વારા પણ શોધ કરવામાં આવી પણ તેની કોઈ જાણ થઈ નહી. વ્યક્તિએ એ રાત્રે 100 નંબર પર પણ 2 વાર ડાયલ કર્યો હતો, તેથી કોઈની સાથે દુશ્મની, લૂટફાટ કે ઝગડાના એંગલથી પણ તપાસ કરવામાં આવી.