Madhya Pradesh CM Mohan Yadav Swearing in Ceremony: મઘ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે પોતાના પદ અને ગોપનીયતાની શપથ લીધી. તેઓ મઘ્યપ્રદેશના 19માં મુખ્યમંત્રી છે. શપથ ગ્રહણ સમારંભ ભોપાલના નેહરુ સ્ટેડિયમમાં થયો. જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લએ ડિપ્ટી ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ મંગૂભાઈ પટેલે બધાને શપથ અપાવ્યા. હાલ કોઈ અન્ય ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા નથી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સહિત અન્ય નેતા આ સમારંભમાં સામેલ થયા.