Viral Video - ટાઈટલ છે 'ખાને મે ક્યા હૈ' અને વાત થઈ રહી છે સેક્સ પર

બુધવાર, 12 જુલાઈ 2017 (13:43 IST)
આ વર્ષની સૌથી કંટ્રો વર્શિયલ ફિલ્મ કઈ છે તો જવાબ છે લિપસ્ટીક અંડર માય બુર્કા.. કદાચ આ જ એકમાત્ર ફિલ્મ છે જેને સેંસર બોર્ડની ઉંઘ ઉડાવી દીધી છે. અહી સુધી કે ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપવા છતા પણ આ ફિલ્મના નામ પર લોકો સેંસર બોર્ડને પોતપોતાને રીતે સમજાવવાની કોશિશમાં લાગ્યા છે અને મજાની વાત તો એ છે કે તેમની આ કોશિશ વખાણવા લાયક છે. 
 
આ કડીમાં બ્લાશ ચેનલ પર થોડા દિવસ પહેલા જ રૈપર અને એક્ટિવિસ્ટ સોફિયા અશરફે એડલ્ટ મૂવી દ્વારા આ વાત લોકો સામે મુકી કે માતા-પિતા દ્વારા પોતાના બાળકો સાથે સેક્સ પર વાત કેમ કરવી જરૂરી છે.  બીજી બાજુ બ્લશ ચેનલ એક ડગલુ આગળ વધીને એક વીડિયો લાવ્યુ છે જેમા એક પુત્રી પોતાની માતા સાથે હનીમૂનના એક્સપીરિયંસ પર વાત કરતી જોવા મળી રહી છે. 
 
માતાને હનીમૂનના અનુભવ બતાવી રહી છે પુત્રી... 
 
આ વીડિયો ખાસ છે કારણ કે લિપસ્ટિક અંડર માય બુર્કાની જેમ આ વીડિયો મહિલાઓ પર ફિકસ્ડ છે. તેમની યૌન ઈચ્છાઓ પર છે. જેમા ઑડિયો પોર્નોગ્રાફી પણ છે. પણ ફિલ્મ જબ હૈરી મેટ સેજલી જેમ તેમા ઈંટરકોર્સ સેક્સ કે તેની સાથે રિલેટેડ કોઈ શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો છતા પણ વાત મહિલાઓની યૌન ઈચ્છાઓ પર કરવામાં આવી રહી છે. 
 
ટાઈટલ છે ખાને મે ક્યા હૈ અને વાત થઈ રહી છે સેક્સ પર 
 
વીડિયોનુ નામ છે ખાને મે ક્યા હૈ... જેને ખૂબ જ સુંદરતાથી રચવામાં આવી છે. આ વીડિયોમાં મહિલાઓના યૌન અધિકારો પર વાત કરવામાં આવી છે અને એ બતાવવામાં આવ્યુ છે કે તમારા પાર્ટનર સામે તમારી યૌન ઈચ્છાઓ કહેવામાં કોઈ વાંધો નથી. 
 
એક વાત તો છે કે જો સેક્સ પર આ રીતે વાત કરવામાં આવશે તો સેંસર બોર્ડને તેને પાસ કરવામાં જરાપણ વાંધો નહી આવે. 
 
માતા અને પુત્રીની વચ્ચે આટલી પાક્કી મૈત્રી લોકોને હજમ નહી થાય 
 
બની શકે છે કે કેટલાક લોકોને આ વીડિયોથી પરેશાની થઈ શકે છે કારણ કે આ વાત સેક્સ પર કરવામાં આવી રહી છે અને વાતચીત માતા અને પુત્રી વચ્ચ છે જે મોટાભાગે થતી નથી. હા આ વાતચીત જો મિત્રો કે બહેનો વચ્ચે બતાવાઈ હોત તો કદાચ સમાજ તેને સહેલાઈથી પચાવી લેતુ. પણ વિચારવા લાયક વાત છે કે જ્યારે લોકો દરેક રીતે સમજાવવાની કોશિશ કરે છે કે  માતા પિતાએ પોતાના બાળકોને સેક્સ પર વાત કરવી જરૂરી છે.. તો પછી એક પુત્રી જો માતા સાથે સેક્સને લઈને ચર્ચા કરી રહી છે તો તેમા ખોટુ શુ છે. 
 
''''

વેબદુનિયા પર વાંચો