મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (12:22 IST)
મોહન ભાગવતનું વિવાદીત નિવેદન: ભારતમાં રહેતા દરેક લોકો હિન્દુ છે, હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અંગ્રેજોએ ખોટી ધારણા આપી
 
RSS પ્રમુખ મોહન ભાગવતે સોમવારે મુંબઈમાં ‘રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરી’ વિષય પર એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતું કે, અંગ્રેજોએ ખોટી ધારણ બનાવીને હિન્દુઓ અને મુસલમાનોને લડાવ્યા. અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે.
 
અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે. ફક્ત હિન્દુઓને પસંદ કરવામાં આવશે અને તેમને એક અલગ રાષ્ટ્રની માગ કરવા માટે પ્રેરણા આપશે. મુંબઈમાં આયોજીત મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમના પૂર્વજ એક સમાન છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર