રક્ષાબંધન પહેલા મોદીની બહેનોને ભેટ- મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરી

ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (17:28 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરી. પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને પછી દેશને સંબોધન કર્યું.
 
પીએમ મોદીએ કહ્યું મહિલાઓમાં ઉદ્યમશીલતા વધારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધારે ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ આપવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યમ હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ હોય કે પછી બીજા સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડ રૂપિયાથી વધારેની રકમ મોકલવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર