નરેન્દ્ર મોદીની જેમ દરેક ભારતીય દેશ સેવા માટે આગળ આવે - જશોદાબેન

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (11:44 IST)
દેશસેવાની તક ભાગ્યશાળીને મળે છે. મોદીના મનમાં દેશ સેવાની ઈચ્છા જાગૃત થઈ તો તે આગળ વધ્યા અને વધી રહ્યા છે. હુ હંમેશા તેમનુ મનથી સમર્થન કરી તેમના પ્રોગેશની કામના કરુ છુ. હુ ઈચ્છુ છુ કે મોદીની જેમ દરેક ભારતીય નાગરિક દેશ સેવા માટે આગળ આવે અને વિકાસ તરફ અગ્રેસર રહે. આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને કહી.  તેઓ કોટામાં અખિલ ભારતીય રાઠોર, સાહૂ, તૈલિક, વૈશ્ય મહાસભાના રાષ્ટ્રીય અધિવેશન યુવક-યુવતી પરિચય સંમેલનમાં આવી હતી. તેમણે કહ્યુ કે દેશની સમૃદ્ધિમાં દરેક વ્યક્તિએ સહયોગ કરવાની જરૂર છે. 
 
શ્રીનાથપુરમ સ્થિત યૂઆઈટી ઑડિટોરિયમમાં કોટા જિલ્લા તૈલિક, વૈશ્ય, રાઠોર, સાહૂ મહાસભાની તરફથી આયોજીત કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહેલ મહાસભાના જીલ્લાધ્યક્ષ બાબૂલાલ રાઠોરને જસોદાબેને રાખડી બાંધી. આ દરમિયાન તેમણે કહ્યુ કે હાલ તો હુ આવી છુ.  બીજી વખત અહી નરેન્દ્ર મોદી આવશે. મંચ પર જસોદાબેનના ભાઈ અશોકભાઈ મોદી, ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાલ, ઘારાસભ્ય સંદીપ શર્મા, જયપાલ રેડ્ડી, ટીસી ચૌધરી, નીલમણિ સાહુ, હીરાલાલ સાહૂ, ક્ષેત્રીય અધ્યક્ષ શૌકીનચંદ્ર, નાનકરામ અતિથિના રૂપમાં હાજર રહ્યા.  સમારંભમાં દેશભરમાં આવેલ 200 યુવક-યુવતીઓએ પરિચય આપ્યો. 
 
 
નોટબંધીનો નિર્ણય દેશહિતમાં લેવામાં આવ્યો - જશોદાબેને કહ્યુ કે પીએમ મોદીએ બે વર્ષ પહેલા કહ્યુ હતુ કે તેઓ કાળાનાણુ બહાર લાવશે.  તેથી તેમણે નોટબંધીનો નિર્ણય કર્યો.  નોટબંધીનો નિર્ણય દેશહિતમાં છે. તેથી બધુ કાળુ નાણું બહાર આવી રહ્યુ છે.  તેમણે કાશ્મીર મામલે કહ્યુ કે તે દેશનુ છે અને હંમેશા રહેશે. સરકાર જે કરી રહી છે તે યોગ્ય કરી રહી છે. 
 
 
અખિલ ભારતીય અધિવેશનમાં પ્રધાનમંતીની પત્ની જસોદાબેને મહાસભા જીલ્લાધ્યક્ષને રાખડી બાંધી. આ દરમિયાન તેમણે સમાજની પુસ્તકનુ વિમોચન પણ કર્યુ. 

વેબદુનિયા પર વાંચો