UP - રિચાર્જ શૉપ પર 50 અને 500 રૂપિયામાં વેચાય રહ્યા છે છોકરીઓના નંબર

શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (11:31 IST)
સાધારણ લુકવાળી યુવતીનો ફોન નંબર 50 રૂપિયા અને સુંદર યુવતીનો ફોન નંબર 500 રૂપિયામાં રિચાર્જની દુકાનો પર વેચવામાં આવી રહ્યો છે. તમે કદાચ સાંભળીને હેરાન થઈ જશો કે યૂપીમાં મોબાઈલ રિચાર્જની દુકાનો પર આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા છે. 
 
ત્યારબાદ શરૂ થતી અસલી સ્ટોરી.. છોકરાઓ આ નંબરોને લગાવતા ને જો છોકરી ફોન ઉઠાવી લે તો તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે.  જો યુવતી વાત કરવાની ના પાડી દે તો તેની સાથે અભદ્ર વ્યવ્હાર કરવા લાગે છે. આ રૈકેટનો ભંડાફોડ ત્યારે સામે આવ્યો જ્યારે મહિલા હેલ્પ લાઈન 1090 પર આ પ્રકારની ફરિયાદો એકદમ જ વધવા માંડી. 
 
ઉલ્લેખનીય છે કે આ રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે મહિલાઓ સાથે ઉત્પીડનની ફરિયાદ નોંધાવવા માટે 1090 હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. આ નંબર પર છેલ્લા 4 વર્ષમાં આ નંબર પર 6 લાખથી વધુ ઉત્પીડનની ફરિયાદો નોંધવામાં આવી છે.   તેમા 90 ટકા ફરિયાદો મહિલાઓ સાથે ફોન પર ઉત્પીડનની હતી. 
 
મહિલાઓ પાસે જે પણ ફોન કૉલ આવે છે તેમા મોટાભાગના પુરૂષ અમને તમારી સાથે દોસ્તી કરવી છે થી વાતોની શરૂઆત કરે છે.  આ નંબર તેમને મોબાઈલ ફોનના રિચાર્જ શૉપથી મળે છે. ફરિયાદ પછી જ્યારે તેમની પાસે પોલીસ આ નંબરો પર કોલ કરે છે તો લોકો મોટાભાગે બહાના બનાવે છે કે તેમનો મોબાઈલ ચાર્જ પર લાગ્યો હતો તેમને ખબર નહોતી કે કોણે તેમના નંબર પરથી કૉલ કર્યો છે. 
 
જ્યારે આ મામલાની પડતાલ કરવામાં આવી તો તેમને શાહજહાંપુરના દુકાનદાર મોહમ્મદે કહ્યુ કે તે આનંદ લેવા માટે ઘણીવાર આ પ્રકારની મજાક કરતો હતો. આ ઉપરાંત તે પોતાના મિત્રોને પણ નંબર આપતો હતો. તે ક્યારેક ક્યારેક કોઈ યુવતીના મોબાઈલ પર અશ્લીલ ફોટો પણ વ્હાટ્સએપ કરી દે છે. 

વેબદુનિયા પર વાંચો